English | ગુજરાતી
       
વેબ મેનુ
અખબારી યાદી
ઓઈલ મિલ બનાસકાંઠા
છૂટક વેપારીઓ
મેપ
પૂછપરછ
સમાચાર
વધુ..
બજાર વિગત

(૧)સ્થાપના

        ઘી પાલનપુર-વડગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સ્થાપના તા.૩૦/૧૨/૫૫ ના રોજ થયેલ.કામકાજની શરૂઆત તા.૧/૧૦/૫૭ થી કરવાની આવેલ. પ્રારંભમાં શહેરમાં બહાદુરગંજ વિસ્તારમાં કામચલાઉ માર્કેટ યાર્ડ શરુકરવામાં આવેલ.જે પછી તા.૩૧/૧૦/૬૯ થી શહેરની પારેખવાડી નામે ઓળખાતી ૫ એકર ૩૩ ગુંઠા જમીનમાં મુખ્યયાર્ડ ચાલુ કરવામાં આવેલ.આ પછી બજારની વિસ્તારમાં સને ૧૯૮૦ થી દાંતા તાલુકનો ઉમેરો કરવામાં આવેલ. વખતો વખત શહેરનો વિકાસ થતાં તેમજ ખેત ઉત્પાદન વધતાં,માલની આવકો  વધતાં મુખ્ય યાર્ડ નાનું પડવાથી સરદાર પટેલ માર્કેટયાર્ડ ડેરી રોડ પાલનપુર  ઉપર આશરે ૪૫ એકર જમીન ખરીદી અધતન નવું મુખ્યયાર્ડ તા.૧૯/૧૦/૯૫ થી શરુ કરવામાં આવેલ છે.

 

(૨) બજાર ધારાનો ઉદેસ:-

       બજાર ધારાનો મુખ્ય ઉદેસ ખેત્પેદાશોથીનું ઉત્પન્ન કરનારાઓનો આર્થિક હિતોનું રક્ષણ કરી ઉત્પાદકો અને વેપારીઓને અધતન સવલતો ઉપલબ્ધ કરાવવી અને વાપનારાઓને પણ પોતાની જરુરીયાત પ્રમાણે શુધ્ધ અને સારો માલ  મળતો રહે ટેવી વયવસ્થા કરવાનો અને દેખરેખ રાખવાનો છે.

 

(૩) બજાર ધારાનો અમલ:-

          પાલનપુર-વડગામ તાલુકાને ઘી બોમ્બે એગ્રી.પ્રોડ્યુસ માર્કેટ એક્ટ ૧૯૩૯ નીચે જાહેર  કરી સને ૧૯૫૯ થી બજાર ધારાનો અમલ શરુ કરલ.આ પછી ગુજરાત રાજ્ય બનતાં ઘી ગુજરાત એગ્રી.પ્રોડ્યુસ માર્કેટ એક્ટ ૧૯૬૩ અમલમાં આવેલ  તે કાયદાનો અમલ ચાલું છે.

 

(૪) મુખ્ય યાર્ડ:-

            હાલમાં  પાલનપુર  શહેરમાં ડેરી-ગોબરી રોડ  ઉપર ૪૫ એકર જમીનમાં અધતન મુખ્ય માર્કેટયાર્ડ કાર્યરત છે. મુખ્ય માર્કેટયાર્ડને “સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટયાર્ડ” નામે આપવામાં આવેલ છે.

 

(૫) બજાર વિસ્તાર:-

          ના .સરકારીશ્રીના તા. ૭/૨/૨૦૦૨ ના જાહેરનામાથી  આ બજાર સમિતિના બજાર વિસ્તારનું વિભાજન કરી અલગ ચાર બજાર સમિતિઓની રચના કરેલ છે. વિસ્તારનું વિભાજન થતાં હવે ફક્ત પાલનપુર  તાલુકાનો બજાર વિસ્તાર  રહે છે. જેમાં  કુલ ૧૦૬ ગામડાનો સમાવેશ થાય છે.

 

(૬)ખુદ બજાર:-

            પાલનપુર શહેરમાં આજુભાજુના ૮ કી.મી .ના વિસ્તારમાં આવેલ  કુલ ૫૮ ગામોનો વિસ્તારને ખુદબજાર તરીકે જાહેર  કરવામાં આવેલ છે.

 

(૭) નિયંત્રિત જ્ણશીઓ:-

         ઘી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાલનપુરમાં બજાર ધારા હેઠળ તમામ પ્રકારના અનાજ,કઠોળ,તેલીબિયાં,તેજના મસાલા અને શાકભાજી  ફળફળાદીની આવરી લેવામાં આવેલ છે.

 

(૮)નિયંત્રિત જ્ણશીઓની આવક અને ટર્ન ઓવર:-

    વર્ષ             કુલ આવક જણસીની         અંદાજીત ટર્ન ઓવર

                       ક્વીન્ત્લમાં                માલ કિંમત રૂ.લાખમાં

૨૦૦૮-૨૦૦૯             ૯૯૪૮૪૩                            ૧૮૯૧૩.૯૭

૨૦૦૯-૨૦૧૦             ૧૦૦૭૬૨૪                          ૨૧૪૬૦.૪૭

૨૦૧૦-૨૦૧૧             ૮.૭૮ લાખ                          ૨૨૭૩૩.૬૩

૨૦૧૧-૨૦૧૨             ૯.૮૫ લાખ                          ૨૯૨૮૪.૫૦

૨૦૧૨-૨૦૧૩             ૧૧.૮૧ લાખ                         ૩૭૭૯૮.૩૩

          બજાર સમિતિના સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટયાર્ડ,પાલનપુરમાં મુખ્યત્વે ઘઉં, બાજરી,ગુવાર ,એંરડા,રાયડો ,ઇસબગુલ,મગફળી અને રાજગરાની આવકો છે.

 

(૯) બજાર સમિતિની રચના:-

            બજાર ધારાની કલમ-૧૧ નીચે બજાર સમિતિમાં ૮ ખેડૂત પ્રતિનિધિઓ ,૪ વેપારી પ્રતિનિધિઓ,૨ ખરીદ-વેચાણ સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ,૨ સરકારશ્રીના પ્રતિનિધિઓ અને ૧ નગરપાલિકાના પ્રતિનિધિઓ સમાવેશ થાય છે.

                તા.૦૮-૦૮-૨૦૧૨ થી ચેરમેન તરીકે શ્રી વિરજીભાઈ દાનસુંગભાઈ જુડાલ  બીનહારીફ વરણી કરવામાં આવેલ છે. અને વા.ચેરમેન તરીકે શ્રી પુરાચોત્તમદાસ દેવાભાઈ પટેલની બિન હરીફ વરણી કરવામી આવેલ છે.તેઓશ્રી બજાર સમિતિનો સાંભળે છે.

 

(૧૦) આવક અને ખર્ચ:-

આવક –ખર્સની ટુંક માહિતી નીચે મુજબ  છે.

વર્ષ             માં.ફી        લા.ફી     અન્ય         કુલ આવક     ખર્ચ            બચત/ખોટ 

                 લાખમાં     લાખમાં    આવક         લાખમાં       લાખમાં           લાખમાં

૨૦૦૮-૦૯  ૧૨૦.૬૭   ૨.૦૩   ૧૨.૨૦     ૧૩૪.૯૦    ૧૨૪.૨૦      ૧૦.૭૦(બચત)

૨૦૦૯-૧૦  ૧૬૧.૫૧   ૧.૫૬   ૧૫.૩૩     ૧૭૮.૪૦    ૧૨૨.૮૩       ૫૫.૫૭(બચત)

૨૦૧૦-૧૧  ૨૨૮.૧૬   ૧.૬૨   ૩૧.૦૧     ૨૫૦.૮૯    ૧૪૧.૨૧       ૧૦૯.૬૮(બચત)

૨૦૧૧-૧૨     -                     -         -               -                 -                           -

૨૦૧૨-૧૩     -                     -         -                -                -                           -

Copyright © apmcpalanpur.com
Designed & Developed by : pcubeweb.com